પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૪૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
૨૬
शिक्षापत्री

પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્‍ય બોલાવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો (૬૮)

અને વિનયે કરીને યુકત એવા જે અમારા આશ્રિત સત્‍સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃધ્‍ધ, ત્‍યાગી, વિદ્વાન અને તપસ્‍વીએ છ જણા આવે ત્‍યારે સન્‍મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્‍યાદિક ક્રિયાએ કરીને એમનું સન્‍માન કરવું. (૬૯)

અને ગુરુદેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્‍ત્રે કરીને ઢિંચણને બાંધીને ન બેસવું (૭૦)

અને અમારા આશ્રિત જે સર્વે સતસંગી તેમણે