પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૫૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
૩૩
शिक्षापत्री

અને અમારા સત્‍સંગી એવા જે ચારે વર્ણના મનુષ્‍ય તેમણે જન્‍મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્‍ત્ર પાળવું (૮૮)

અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુકત થવું અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુકત થવું. (૮૯)

અને વૈશ્‍ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજવ્‍યાપાર તથા વ્‍યાજવટો એ આદિક જે