પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૫૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
૩૫
शिक्षापत्री

નામે પુરાણ તથા મહાભારતને વિષે આવેલું શ્રીવિષ્‍ણુસહસ્‍ત્રનામ (૯૩)

તથા શ્રીમદભગવત ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્‍કંદપુરાણનો જે વિષ્‍ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રી વાસુદેવમાહાત્‍મ્‍ય (૯૪)

અને ધર્મશાસ્‍ત્રના મધ્‍યમાં રહી એવી જે યાજ્ઞવલ્‍કય ઋષિની સ્‍મૃતિ. એ જે આઠ સચ્‍છાસ્‍ત્ર તે અમને ઇષ્‍ટ છે. (૯પ)

અને પોતાના હિતને ઇચ્‍છતા એવા જે અમારા સર્વે શિષ્‍ય તેમણે એ આઠ સચ્‍છાસ્‍ત્ર જેતે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્‍છાસ્‍ત્ર જેતે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી. (૯૬)