પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૫૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
૩૬
शिक्षापत्री

અને તે આઠ સચ્‍છાસ્‍ત્રમાંથી આચાર, વ્‍યવહાર અને પ્રાયશ્ર્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુકત એવી જે યાજ્ઞવલ્‍કય ઋષિની સ્‍મૃતિ તેનું ગ્રહણ કરવું (૯૭)

અને વળી એ આઠ સચ્‍છાસ્‍ત્રને વિષે જે શ્રીમદભાગવતપુરાણ તેના દશમને પંચમ નામે જે બે સ્‍કંધ તે જેતે શ્રીકૃષ્‍ણભગવાનનું માહાત્‍મ્‍ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવાં (૯૮)

અને દશમસ્‍કંધ તથા પંચમસ્‍કંધ તથા યાજ્ઞવલ્‍કયની સ્‍મૃતિ એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભકિતશાસ્‍ત્ર, યોગશાસ્‍ત્ર અને ધર્મશાસ્‍ત્ર છે, કહેતા દશમસ્‍કંધ