પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૫૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
૩૮
शिक्षापत्री

માનવાં અને શ્રીકૃષ્‍ણભગવાનની ભકિત તે જેતે ધર્મે સહિત જ કરવી, એવી રીતે તે સર્વે સચ્‍છાસ્‍ત્રનું રહસ્‍ય છે (૧૦૨)

અને શ્રુતિ સ્‍મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો, અને શ્રીકૃષ્‍ણભગવાનને વિષે માહાત્‍મ્‍યજ્ઞાને સહિત જે ઘણો સ્‍નેહ તે ભકિત જાણવી (૧૦૩)

અને શ્રીકૃષ્‍ણભગવાન વિના અન્‍ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્‍ય જાણવો અને જીવ,માયા અને ઇશ્ર્વર તેમના સ્‍વરુપને જે રુડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ (૧૦૪)