પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૫૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
૪૦
शिक्षापत्री

અને તે ઇશ્ર્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્‍ણભગવાન તે ઇશ્ર્વર છે અને તે શ્રીકૃષ્‍ણ જે તે આપણા ઇષ્‍ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્‍ય છે અને સર્વ અવતારના કારણ છે (૧૦૮)

અને સમર્થ એવા જે શ્રીકૃષ્‍ણ તે જેતે રાધિકાજીએ યુકત હોય ત્‍યારે રાધાકૃષ્‍ણ એવે નામે જાણવા અને રુકમણીરુપ જે લક્ષ્‍મી તેમણે યુકત હોય ત્‍યારે લક્ષ્‍મીનારાયણ એવે નામે જાણવા (૧૦૯)

અને એ શ્રીકૃષ્‍ણ જેતે અર્જુને યુકત હોય ત્‍યારે નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્‍ણ જેતે બળભદ્રાદિકને યોગ. કરીને તે તે નામે કહેવાય છે એમ જાણવું (૧૧૦)