પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
૪૪
शिक्षापत्री

તેનું પુરશ્ર્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું, તે પુરશ્ર્ચરણ કેવું છે તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે. (૧૧૮)

અને કષ્‍ટની દેનારી એવી કોઇ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્યસંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિષે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, પણ બીજી રીતે ન વર્તવું (૧૧૯)

અને આચાર, વ્‍યવહાર અને પ્રાયશ્ર્ચિત એ જે ત્રણ વાનાં તે જેતે દેશ, કાળ, અવસ્‍થા, દ્રવ્‍ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવાં (૧૨૦)