પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૬૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
૪૫
शिक्षापत्री

અને અમારો જે મત તે વિશિષ્‍ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિષે બ્રહ્મરુપે કરીને જે શ્રીકૃષ્‍ણભગવાનની સેવા કરવી તે અમે મુકિત માની છે એમ જાણવું (૧૨૧) સાધારણ ધર્મોપસંહાર(શ્ર્લોક ૧૨૨)

અને આ જે પૂર્વે સર્વે ધર્મ કહ્યા તે જેતે અમારા આશ્રિત જે ત્‍યાગી ગૃહસ્‍થ બાઇ ભાઇ સર્વે સત્‍સંગી તેમના સામાન્‍ય ધર્મ કહ્યા છે, કહેતાં સર્વ સત્‍સંગીમાત્રને સરખા પાળવાના છે અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક પૃથકપણે કરીને કહીએ છીએ (૧૨૨)

હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્‍નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીે છીએ અમારા મોટા ભાઇ અને નાનાભાઇ તેના પુત્ર જે