પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૬૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
૫૦
शिक्षापत्री

હવે ગૃહસ્‍થાશ્રમીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ- અમારે આશ્રિત જે ગૃહસ્‍થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્‍ત્રીઓ તેમનો સ્‍પર્શ ન કરવો. (૧૩પ)

અને તે ગૃહસ્‍થાશ્રમી પુરુષ તેમણે યુવા અવસ્‍થાએ યુકત એવી જે પોતાની મા, બહેન અને દિકરી તે સંગાથે પણ આપત્‍કાળ વિના એકાંત સ્‍થળને વિષે ન રહેવું અને પોતાની સ્‍ત્રીનું દાન કોઇને ન કરવું (૧૩૬)

અને જે સ્‍ત્રીને કોઇ પ્રકારના વ્‍યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્‍ત્રીનો જે પ્રસંગ તે કોઇ પ્રકારે પણ ન કરવો. (૧૩૭)