પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૭૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
૫૩
शिक्षापत्री

અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્‍વી ને ધનના લેણદેણે કરીને વ્‍યવહાર જેતે કયારેય ન કરવો. (૧૪૩)

અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્‍ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી (૧૪૪)

અને પોતાની ઉપજનું જે દ્રવ્‍ય તેને અનુસારે નિરંતર ખરચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઉપજ કરતા વધારે ખરચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વે ગૃહસ્‍થોએ મનમાં જાણવું (૧૪પ)

અને પોતાના વ્‍યવહાર કાર્યને વિષે જેટલા ધનની