પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૭૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
૫૪
शिक्षापत्री

ઉપજ હોય તથા જેટલો ખરચ હોય તે બેયને સંભારીને નિત્‍યપ્રત્‍યે રુડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું (૧૪૬)

અને તે ગૃહસ્‍થાશ્રમી સત્‍સંગી તેમણે પોતાની જે વૃતિ અને ઉદ્યમ તે થકી પામ્‍યુ જે ધન ધાન્‍યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્‍ણભગવાનને અર્પણ કરવો. અને જે વ્‍યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્પણ કરવો. (૧૪૭)

અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્‍ત્ર કરવું, તે ઉદ્યાપન કેવું છે તો મનવાંછિત ફળનું આપનારું છે (૧૪૮)