પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૭૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
૫૫
शिक्षापत्री

અને શ્રાવણ માસને વિષે મહાદેવનું પુજન જેતે બિલ્‍વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું (૧૪૯)

અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રીકૃષ્‍ણભગવાનનાં જે મંદિર તે થકી કરજ ન કાઢવું અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રીકૃષ્‍ણનાં મંદિર થકી પોતાના વ્‍યવહારને અર્થે પાત્ર ઘરેણાં અને વસ્‍ત્રાદિક જે વસ્‍તુ તે માગી લાવવા નહિ. (૧પ૦)

અને શ્રીકૃષ્‍ણભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમનાં દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્‍ન ખાવું નહી. તથા શ્રીકૃષ્‍ણભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમનાં જે સ્‍થાનક તેમને વિષે પણ પારકું અન્‍ન ખાવું નહી, કેમ જે તે