પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૭૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
૫૬
शिक्षापत्री

પારકું અન્‍ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે માટે પોતાની ગાંઠનું ખરચ ખાવું (૧પ૧)

અને પોતાના કામકાજ કરવા તેડયા જે મજુર તેમને જેટલુ ધન અથવા ધાન્‍ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું પણ તેમાંથી ઓછું ન આપવું અને પોતાપાસે કોઇ કરજ માગતો હોય અને તે કરજ દઇ ચુકયો હોઇએ તે વાતને છાની ન રાખવી તથા પોતાના વંશ તથા કન્‍યાદાન તે પણ છાનું ન રાખવું અને દુષ્‍ટ એવા જે જન તેમની સાથે વ્‍યવહાર ન કરવો. (૧પ૨)

અને જે ઠેકાણે પોતે રહેતા હોઇએ તે ઠેકાણે કોઇક કઠણ ભુંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી