પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૭૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
૫૭
शिक्षापत्री

હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય (૧પ૩)

અને તે જો પોતાનું મૂળ ગરાસનું તથા વતનનું ગામ હોય તોપણ તેનો વિવેકી એવા જે અમારા સત્‍સંગી ગૃહસ્‍થ તેમણે તત્‍કાળ ત્‍યાગ કરી દેવો અને જયાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્‍યે જઇને સુખેથી રહેવું (૧પ૪)

અને ધનાઢય એવા જે ગૃહસ્‍થ સતસંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્‍ણુસંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિષે તથા દ્વાદશી આદિક પર્વને વિષે બ્રાહ્મણ તથા સાધુને જમાડવા (૧પપ)