પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૭૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
૫૮
शिक्षापत्री

તે ધનાઢય એવા જે ગૃહસ્‍થ સત્‍સંગી તેમણે ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્‍સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવાં (૧પ૬) રાજાના વિશેષ ધર્મ(શ્ર્લોક ૧૫૭-૧૫૮)

અને અમારે આશ્રિત એવા જે સત્‍સંગી રાજા તેમણે ધર્મશાસ્‍ત્રને અનુસરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્‍વીને વિષે ધર્મનું સ્‍થાપન કરવું. (૧પ૭)

અને તે રાજા તેમણે રાજયના જે સાત અંગ તથા ચાર ઉપાય તથા છ ગુણો તે જેતે લક્ષણે કરીને યથાર્થપણે જાણવાં અને તીર્થ જે ચાર મોકલ્‍યાનાં સ્‍થાનક તથા વ્‍યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્‍ય જે માણસ તથા દંડવા યોગ્‍ય નહિ