પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૭૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
૬૧
शिक्षापत्री

પિતા પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિષે વર્તવુ પણ સ્‍વતંત્રપણે ન વર્તવું (૧૬૩)

અને તે વિધવા સ્‍ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્‍પર્શ કયારેય ન કરવો અને પોતાની યુવાવસ્‍થાને વિષે અવશ્‍ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવા પુરુષ તેમની સાથે કયારેય પણ બોલવું નહિ. (૧૬૪)

અને ધાવણો જે બાળક તેના સ્‍પર્શને વિષે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી અને કોઇ અવશ્‍યનું કામકાજ પડે તેને વિષે કોઇક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોષ નથી. (૧૬પ)