પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૮૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
૬૪
शिक्षापत्री

અને હોળીની રમત ન કરવી ને આભૂષણાદિકનું ધારણ ન કરવું અને સુવર્ણાદિક ધાતુના તારે યુકત એવા ઝીણા વસ્‍ત્ર તેનું ધારણ પણ કયારેય ન કરવું. (૧૭૨) સધવા વિધવા સ્‍ત્રીના વિશેષ ધર્મ(શ્ર્લોક ૧૭૩-૧૭૪)

અને સુવાસિની અને વિધવા એવી જે સ્‍ત્રીઓ તેમણે વસ્‍ત્ર પહેર્યા વિના નાહવું નહિ અને પોતાનું જ રજસ્‍વળાપણું તે કોઇ પ્રકારે ગુપ્ત ન રાખવું (૧૭૩)


અને વળી રજસ્‍વળા એવી જે સુવાસીની અને વિધવા સ્‍ત્રઓ તે ત્રણ દિવસ સુધી કોઇ મનુષ્‍યને તથા વસ્‍ત્રાદિકને અડે નહિ અને ચોથે દિવસે નાહીને અડવું (એવી રીતે ગૃહસ્‍થાશ્રમી એવા જે પુરુષ અને