પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૮૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
૬૫
शिक्षापत्री

સ્‍ત્રીઓ તેમના જ આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વ ધર્મવંશી આચાર્ય અને તેમની પત્‍નીઓ તેમણે પણ પાળવા, કેમ કે એ ગૃહસ્‍થ છે.) (૧૭૪) નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ(શ્ર્લોક ૧૭૫-૧૮૭)

હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિષેશ ધર્મ તે કહીએ છીએ અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્‍ત્રીમાત્રનો સ્‍પર્ષ ન કરવો અને સ્‍ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને તે સ્‍ત્રીઓ સન્‍મુખ જોવું જ નહિ. (૧૭પ)

અને તે સ્‍ત્રીઓની વાર્તા કયારેય ન કરવી અને ન સાંભળવી અને જે સ્‍થાનકને વિષે સ્‍ત્રીઓનો પગફેર હોય તે સ્‍થાનકને વિષે સ્‍નાનાદિક ક્રિયા કરવા ન જવું. (૧૭૬)