પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૮૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
૬૭
शिक्षापत्री

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુકત રહેવું ને માને રહિત રહેવું (૧૮૦)

અને બળાત્‍કારે કરીને પોતાને અતિશય સમીપ આવતી એવી જે સ્‍ત્રી તેને બોલીને અથવા તિરસ્‍કાર કરીને પણ તુરંત વારવી પણ સમીપે આવવા દેવી નહિ. (૧૮૧)

અને જો કયારેક સ્‍ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આપત્‍કાળ આવી પડે ત્‍યારે તો તે સ્‍ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્‍ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. (૧૮૨)