પૃષ્ઠ:Shree Shikshapatri Tatha Nitya Niyam.pdf/૯૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
૭૭
शिक्षापत्री

અને અમારા જે આશ્રિત સંતસંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્‍યપ્રત્‍યે પાઠ કરવો અને જેમને ભણતાં આવડતું ન હોય તેમણે તો આદરથકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું (ર૦૮)

અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઇ ન હોય ત્‍યારે તો નિત્‍યપ્રત્‍યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને આ જે અમારી વાણી તે અમારું સ્‍વરુપ છે એ રીતે પરમ આદર થકી માનવી (ર૦૯)

અને આ જે અમારી શિક્ષાપત્રી તે જેતે દૈવી સંપદાએ કરીને યુક્ત જે જન હોય તેને આપવી અને જે જન આસુરી સંપદાએ કરીને યુકત હોય તેને તો કયારેય ન આપવી (ર૧૦)