આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અવંતીનાથ સિદ્ધરાજની ઉદારતા
 

પાટણનો પતિ આજ પાટણમાં આવે છે.

સાથે માળવાનો વિજય વરીને આવે છે.

સાથે માલવપતિ યશોવર્માને કેદ કરીને લઈ આવે છે. સાથે માળવાના રત્નભંડારો છે, જ્ઞાનભંડારો પણ છે.

માળવાનું યુદ્ધ અવશ્ય ભયંકર હતું. સિદ્ધરાજે પોતાના સર્વ સામંતોને સાથે લીધા હતા; સર્વ મિત્રરાજાઓને પણ સાથે લીધા હતા; પોતાની સર્વ તાકતથી માલવસેનાનો સામનો કર્યો હતો. ટૂંકમાં, અઠંગ જુગારીની જેમ એણે એક ઘવ પર બધું મૂકી દીધું હતું : યાહોમ કરીને પડો, ફતેહ છે આગે !

નાડોલના ચૌહાણરાજ આશરાજ સાથે મદદમાં હતા.

કિરાડુના પરમાર રાજા ઉદયરાજ પણ સાથે હતા.

આવા તો અનેક હતા. અને અનેકનાં પાણી માળવાના યુદ્ધે માપી લીધાં હતાં. આ યુદ્ધે ગુજરાતની કીર્તિધજા દશે દિશામાં ફરકાવી હતી.

માળવાના વિજ્યની સાથે માળવાએ જીતેલા મેવાડ, ડુંગરપુર ને વાંસવાડા

અવંતીનાથ સિદ્ધરાજની ઉદારતા ᠅ ૯૫