આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુજરાતી ભાષાના ઘડવૈયા
 

માળવા જીત્યું. અવંતિનાથ બિરુદ લીધું : પણ એક વાત મહારાજ સિદ્ધરાજના દિલમાં ખટક્યા કરે છે. શૂળની જેમ એ વાત દિલને વીંધે છે ! માલવાના રાજા વિદ્વાન ! પંડિત ! સંસ્કારી ! અને હું શું ? મારું ગુજરાત શું?

માલવામાંથી લાવેલો પુસ્તકોનો ભંડાર ફેંદતાં એક પુસ્તક નીકળી આવ્યું. ગ્રંથપાલે એનું નામ વાંચ્યું.

એનું નામ ભોજ વ્યાકરણ !

મહારાજા કહે : 'એમ આગળ નામ મૂકી દીધે શું વળે ? હું ય કહું કે સિદ્ધ વ્યાકરણ.'

ગ્રંથભંડારના પાલકે કહ્યું : 'મહારાજ ! લખે કોઈ ને નામ આપે કોઈનું એવું આ નથી. આ વ્યાકરણ રાજા ભોજે રચેલું છે. રાજા ભોજ વિદ્વાન હતો. કવિ હતો. નાટકકાર હતો. એની સભામાં પણ વિદ્વાનોની સંખ્યા મોટી હતી. ભોજનું રચેલું આ વ્યાકરણ દેશભરની પાઠશાળાઓમાં ચાલે છે.'

'આપણા દેશની પાઠશાળાઓમાં પણ ?' મહારાજે પ્રશ્ન કર્યો.

 
ગુજરાતી ભાષાના ઘડવૈયા ᠅ ૧૦૩