આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખંભાતનો કુતુબઅલી
 

ઘણે દિવસે મન આનંદમાં છે. મહારાજ સિદ્ધરાજનું રાજ્ય બરાબર ચાલે છે.

સાંતુ મહામંત્રી નિવૃત્ત થયા છે. ભગવાનની ભક્તિમાં એમણે દેહ અર્પી ધધો છે.

મુંજાલ મહેતા પણ રાજા કર્ણના વારાના મહામંત્રી. હવે રાજકાજમાં ખાસ ભાગ લેતા નથી. ભીડ પડ્યે દોડતા હાજર થાય છે.

મહાઅમાત્યપદે નાગરમંત્રી દાદાક છે. એમની મદદમાં આખી મંત્રી-પરિષદ છે. બધા ભેગા મળી રાજપ્રશ્નો ચર્ચે છે.

મહામંત્રી કેશવ પંચમહાલમાં છે. હમણાં માતાની સ્મૃતિ માટે ત્યાં ગોગનારાયણનું મંદિર બાંધી રહ્યા છે.

સોરઠમાં સજ્જન મહેતા છે. ગિરનાર તીર્થનાં દહેરાં સમરાવી રહ્યાં છે : નામ મહારાજ સિદ્ધરાજનું, ધન પ્રજાનું, મહેનત પોતાની. માળવામાં મહામંત્રી મહાદેવ વહીવટ સંભાળે છે. એને રાતદહાડો સજાગ રહેવું પડે છે.

ખંભાતનો કુતુબઅલી᠅૧૨૫