આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વખતના રિવાજ પ્રમાણે, સતી થઈ.

વઢવાણની સૂકી ભોગાવા નદીના કાંઠે આજે પણ એ રાણીની દહેરી છે. સતી રાણકની દહેરી ! આ વર્ષ તે વિ.સં. ૧૧૭૦નું.

સિદ્ધરાજે સોરઠની જીતની યાદમાં સિંહ સંવત ચલાવ્યો.X [૧]






  1. Xપં. ભગવાનલાલ ઇંદ્રજી
    નોંધ : ભાટ-ચારણોએ મીઠું-મસાલો નાખીને આ વાતને વાર્તાનો રસ જમાવવા ખૂબ વધારી છે. બેઈ જૂના પ્રબંધોમાં રાણકદેવી નામ જ નથી. રા'ની પત્ની એ રાણક ! વળી કોઈ હિન્દુ રાજા પરણેલી સ્ત્રીને ન પરણતો. એમાંય મીનલ જેવી સતીના પુત્ર અને પરમ શૈવભક્ત સિદ્ધરાજ માટે તો એનું સ્વપ્ન પણ કેમ સંભવે ?
    મશહૂર ઇતિહાસવિદ શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી કહે છે કે ભાટોની દંતકથાઓ પર એટલું બધું વજન મૂકવાની જરૂર નથી.
    હાલમાં દાહોદમાંથી વિ.સં.૧૧૯૬નો ઉત્કીર્ણ લેખ મળ્યો છે.એમાં લખ્યું છે કે 'સિદ્ધરાજે સોરઠના રાજાને કારાગૃહમાં નાખ્યો, ન કે હણ્યો. (ઇન્ડિયન એન્ટીક્વેરી : ગ્ર. ૧૦, પૃ. ૧૫૯)
૫૨ ᠅ સિદ્ધરાજ જયસિંહ