આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પંચાસરમાં ન દેશો.'

'બહેન ! દીકરી અને ગાયનાં નસીબ જ એવાં છે. જેવું મળે એવું વેઠીએ. અને પાણીની તો આ પંથકમાં પીડા જ છે. આ કામ તો રાજનાં. અહીંનો રાજા બાબરા ભૂતને વશ કરે છે, સોરઠના રાજાને જીતી આવે છે, પણ આ મેઘરાજા પાસે એનું બિચારાનું કંઈ ચાલતું નથી !'

બંને પનિહારીઓ વાત કરી રહી હતી, ત્યાં પાસેથી બે ઘોડેસવારો નીકળ્યા. એક નાનો હતો બીજો મોટો હતો. નાના અસવારનું તેજ અજબ હતું.

'ઓ ભાઈ, અહીં આવજો જરા !' મોટી પનિહારીએ ઘોડેસવારને બૂમ મારીને બોલાવ્યો. પાટણની નારી અજાણ્યા નરથી ડરે નહિ, એવી પ્રતિભાવાળી હતી.

ઘોડેસવારો બંનેનો વાર્તાલાપ સાંભળતા આવતા હતા. તેઓમાંના મોટાએ કહ્યું : 'ઘડો કૂવામાં પડ્યો છે ને ? વારુ પડખેના ખેતરમાંથી દોરડું ને બિલાડી લેતા આવીએ.'

કૂવામાં પડેલી ચીજને કાઢવા આ બિલાડી વપરાતી. એ લોઢાની આંકડિયાવાળી બનતી. એ આંકડિયામાં ભરાવીને કૂવાના તળિયેથી ચીજ લઈ આવતી.

મોટો ઘોડેસવાર પડખેના ખેતરમાં દોડ્યો. એણે ખેડૂત પાસે દોરડું અને બિલાડી માગ્યાં.

બિલાડી આપતાં ખેડૂતે કહ્યું : 'ભાઈ ! આ રાજમાં વાઘ જેવો માણસ બિલાડી જેવો થઈ જાય છે ! જુઓને આ સૂકાં ભંઠ ખેતરો ! મોંઘા મૂલનાં બી પણ ખવાઈ ગયાં. અહીં ક્યાં આવી ભરાયા ? હવે તો ઝટ બીજે ઠેકાણે જઈએ તો સારું ! થાક્યા, બાપ ! જાણે મારવાડ જ જુઓ !'

ઘોડેસવારોએ મૂંગા મૂંગા સાંભળી લીધું.

એ બિલાડી અને દોરડું લઈને બંને સવાર કૂવાકાંઠે આવ્યા. મોટા અસવારે બિલાડી નાખીને ઘડો ને દોરડું કાઢી આપ્યાં.

નાની પનિહારી ઘડો માથે મૂક્તાં બોલી :

‘ભલું થજો તમારું, ભાઈ ! આજે તમે એક જીવ બચાવ્યો. વટેમાર્ગુ સાથે

૫૪ ᠅ સિદ્ધરાજ જયસિંહ