આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જનતાની જય
 

ગુજરાતની સેના માળવા સામે યુદ્ધે ચઢી. મા ગુર્જરીનો સાદ પડ્યો હતો. ગુજરાતની ગયેલી કીર્તિને પાછી લાવવાની હતી. એવે વખતે ઘેર બેણ બેસી રહે?

ખેડૂતોએ ખેતર મૂક્યાં ને ખડગ લીધાં. મજૂરોએ હથોડા મૂક્યા ને હથિયાર લીધાં.

વેપારીઓએ ત્રાજવાં મૂક્યાં ને તલવાર લીધી. બ્રાહ્મણોએ પૂજા પાઠ મૂક્યા ને લશ્કરી ગણવેશ સજ્યા.

પાટણની સાગર સમી સેના માલવા તરફ કૂચ કરી ગઈ. મહારાજ જયસિંહદેવે વિદાય વખતે સંદેશો પાઠવ્યો :

'પાણી પરમેશ્વર છે. પ્રભુના કામમાં વિઘ્ન ન પડે તે જોશો.'

'નહિ પડવા દઈએ. તું આવીશ ત્યારે સરોવર લહેરિયાં લેતું હશે, ને પાટણનો પાણીનો ત્રાસ પરવારી ગયો હશે.'

રાજમાતા મીનલદેવી અને મહાઅમાત્ય સાંતૂએ આ કામની જવાબદારી

૭૮ ᠅ સિદ્ધરાજ જયસિંહ
 
_ ᠅