આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નહિ કિનખાબ-મુખમ્મલ-મશરૂ કેરી તારી પતાકા;
નહિ. જરિયાની હીરભરતના ભભકા તુજ પર ટાંક્યા -
ઝંડા! ભૂખરવો તોયે,
દિલો કોટિ તુજ પર મોહે!
પરભક્ષી ભૂતળ-નૌદળના નથી તુજ ધ્વજફ્ફડાટા;
વનરમાં નિર્બલ મૃગલાં ૫૨ નથી નથી શેરહુંકાટા -
ઝંડા! ઊડજે લહેરાતો
વ્હાલના વીંઝણલા વાતો.
રાપ્ત સિંધુની અંજલિ વહેતો સમીરણ તુજને ભેટે;
ખંડખંડની આશિષછોળો ઉદધિતરંગો છાંટે
ઝંડા! થાકેલા જગનો
દીસે છે તું આશાદીવડો.
નીલ ગગનથી હાથ ઝુલાવી વિશ્વનિમંત્રણ દેતોઃ
પીડિત જનની બાંધવતાના શુભ સંદેશા કહેતો.
ઝંડા! કરજે જગતેડાં
પ્રજા સઘળીના અહીં મેળા
નીલ ગગનની નીલપ પીતી ઉન્નત તુજ આંખલડી;
અરુણ તણે કેસરિયે અંજન બીજી મીટ મદીલી
ઝંડા! શશી-દેવે સીંચી,
ત્રિલોચન! ધવલ આંખ ત્રીજી,
એ ત્રણ આંખ ભરી તેં દીઠાં તુજ ગૌરવ-રખવાળાં;
શ્રીફળના ગોટા સમ ફૂટ્યાં ફટફટ શીશ સુંવાળાં
ઝંડા! સાહિદ રહેજે, હો!
અમારા મૂંગા ભોગ તણો.
કુમળાં બાળ, કિશોર, બુઝર્ગો – સહુ તુજ કાજે ધાયાં,
નર-નારી નિર્ધન-ધનવંતો – એ સબ ભેદ ભુલાયા;
ઝંડા! સાહિદ રહેજે, હો!
રુધિરનાં બિન્દુ બિન્દુ તણો.
કો માતાના ખાલી ખોળે આજ બન્યો તું બેટો;
કપાળનાં કંકુડાં હારી તેને પણ બળ દેતો
ઝંડા! સાહિદ રહેજે, હો!
હજારો છાનાં સ્વાર્પણનો,