આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
 
પ્રેમની સ્પષ્ટતા
 


મધુકરની બાજી ગોઠવાઈ ગઈ હતી. પ્રભાતનાં પત્રો વંચાઈ રહ્યાં. વ્યવસ્થિત રીતે ચાલતા ધનિકના ઘરમાં અને ધંધામાં ધનિકને બહુ જોવું પડતું નથી. સમય ઘણો ફાજલ રહેતો હોય છતાં ઘણું કામ કરવાનું રહી જતું હોય એવો ભ્રમ સેવનાર મોટા માણસોનું શ્રમજીવન સમય સામે ખાલી બાથોડિયાં મારવા પૂરતું જ ભરેલું હોય છે. પત્રો વંચાઈ ગયાં; આસપાસ પડેલ પુસ્તકોમાંથી કેટલાંક રાવબહાદુરે ઉથલાવ્યાં: કેટલાંકનાં પૂઠાં જોયાં. કેટલાંક પુસ્તકોનાં પહેલાં પાન જોયાં, કેટલાંકનાં છેલ્લાં પાન, કેટલાંક પુસ્તકોનાં ચિત્રો અને કેટલાંકનાં લેખક નામ નિહાળતા હતા એટલામાં ભક્તિમાર્ગનો એક ગ્રંથ વાંચતાં યશોદાબહેને પૂછ્યું :

‘આ સામ્યવાદીઓ શું કરતા હશે ?... એમને શું જોઈએ તેની મને જરાય સમજ પડતી નથી.’

નવરાશના ઢગલા ઉપર બેઠેલી ધનિક સ્ત્રીઓ છેક નિરુપયોગી જીવન નથી ગાળતી. કાં તો તેઓ ભરતગૂંથણમાં ગૂંચવાયેલી રહે અગર ધર્મગ્રંથોના વાંચનમાં ! એ સિવાયનો આછો રહેલો સમય દવા, ડૉક્ટર અને નિદ્રા લઈ જાય છે !

પરીક્ષિતને મોક્ષ આપતા ભાગવતના વાંચનમાંથી સામ્યવાદ યશોદાબહેનને કેમ યાદ આવ્યો એ રાવબહાદુરથી સમજાયું નહિ.

‘ભાગવત વાંચતાં સામ્યવાદ ક્યાંથી તને જડ્યો ?’ રાવબહાદુરે પૂછ્યું.

‘આ તો મને યાદ એમ આવ્યું કે... આપણા ઋષિમુનિઓ સંસારસુખ ત્યાગીને જતા એમને સામ્યવાદી કહેવાય કે નહિ ?’

‘અરે સામ્યવાદીઓ તો બીજાઓની મિલકત લૂંટી લેનારા !’

‘એમ? તે લોકો મિલકત લૂંટી કેમ લેવા દેતા હશે ?’

‘મિલકત જેની હોય તે તો કાંઈ બીજાને લૂંટી લેવા ન દે... પણ આ તો એમનો સિદ્ધાંત જ એ કે ધનિકોને લૂંટવા અને ગરીબોમાં જિયાફત ઉડાવવી. ગરીબી ઘટાડવા જેટલી જેમનામાં બુદ્ધિશક્તિ ન હોય તેમને એ