આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮:સ્નેહસૃષ્ટિ
 

આનંદપૂર્વક અનુભવેલું જ્યોત્સ્નાનું આ નવું વર્તન કહી સંભળાવ્યું.

'તો પછી સુરેન્દ્ર જતો કેમ નથી ?' માતાએ જરા ઉગ્રતાથી કહ્યું.

‘જ્યોત્સ્નાબહેનના આવા ઇશારાથી એ નહિ સમજે તો આપણે એને વધારે સ્પષ્ટતાથી સમજાવીશું... એ આખી વાત મારા ઉપર આપ છોડી દો... આવતે મહિને એ જ્યોત્સ્નાબહેનનો શિક્ષક નહિ હોય.' કહી મધુકર પોતાને કામે ગયો.

મધુકરની બાજીમાં પોબાર પડતા હોય એમ મધુકરને લાગ્યું. સામ્યવાદની ભડક રાવબહાદુરને ઘેર ઉપજાવવામાં મધુકરને સફળતા મળી. સુરેન્દ્ર સામ્યવાદી પક્ષમાં સભ્ય તરીકે જોડાયેલો છે કે કેમ એની ખાતરી કરવાની જરૂર રહેતી જ નથી... માત્ર એનું વલણ સામ્યવાદી છે એમ કહેવું, સામ્યવાદનું ભયંકર ચિત્રણ ચીતરવું ને એનો સ્પર્શસંબંધ અનિષ્ટ છે એવું વાતાવરણ ઉપજાવવું, એ મધુકર સરખા કલાકારને માટે બહુ મુશ્કેલ તો હતું જ નહિ.

હમણાં હમણાં જ્યોત્સ્ના સુરેન્દ્રનું શિક્ષણ અને શિક્ષણના સમયને ટાળતી હોય એમ મધુકરને લાગ્યું... અને સુરેન્દ્રને પણ લાગ્યું. વળી જ્યોત્સ્ના મધુકરને પહેલા કરતાં વધારે પ્રમાણમાં બોલાવતી. વધારે પ્રમાણમાં તેની સાથે વાતચીત કરતી, નાટકની અને બીજા પ્રશ્નોની મધુકર સાથે સહજ વધારે ચર્ચા પણ કરતી અને મધુકરની સાથે ચાહીને ફરવા પણ જતી હતી. જ્યોત્સ્નાના નાનપણમાં માતાપિતાએ પરખી રાખેલા ભાવિ પતિઓ તો અધ્ધર ઉડી ગયા હતા. જ્યોત્સ્નાની મરજી વિરુદ્ધ તેનાં લગ્ન કરવાની વૃત્તિ માતાપિતામાં હતી જ નહિ, જોકે તેનાં યોગ્ય વર સાથે લગ્ન થઈ જાય એવી તીવ્ર ઈચ્છા તેમને રહેતી ખરી ! અકસ્માત તેમના આકાશમાં મધુકર સરખા ચમકતા યુવકનો પ્રવેશ થયો. મધુકરે માતાપિતાને વશ કરી લીધા અને માતાપિતા એમ પણ ઈચ્છી રહ્યાં કે હવે જ્યોત્સ્નાને પણ મધુકર વશ કરી લે.

પરંતુ, જ્યોત્સ્ના હજી પૂરી ન સમજાય એવી છોકરી હતી. માતાપિતાને તેમ જ મધુકરને ઘડીમાં ખ્યાલ આવતો કે એ મધુકરને જરાય ગણતી નથી, અને બીજી ઘડીએ લાગતું કે તે મધુકર સાથે જરા હસીને બોલે છે ! હસીને બોલવાના પ્રસંગો વધતા જતા હતા એ ચિન્હ ખરેખર સારું જ ગણાય. કુશળ યોજક તરીકે તેણે પણ જ્યોત્સ્નાના આમંત્રણ સિવાય જ્યોત્સ્ના પાસે ન જવાનો નિયમ લીધો.. અને વધારામાં જ્યોત્સ્ના પ્રત્યેના પોતાના પ્રેમને પ્રગટ કરવાનું પણ તેણે ઓછું કરી નાખ્યું... લગભગ બંધ જ કરી દીધું.... માત્ર પોતાનો ભાવપ્રેમ જ્યોત્સ્ના તરફ નથી