આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬:સ્નેહસૃષ્ટિ
 

છું તમે… કદી કદી… પેલા સાધુવાળા ખંડેરો શિવાલયમાં રહો છો… શહેર બહાર.’ સુરેન્દ્રે કહ્યું.

એની વાત સાચી નીકળી.

એકાએક ભજનિક સ્ત્રીને આંસુભરી આંખે સુરેન્દ્રનાં ઓવારણ લીધાં. ભજનિક પુરુષ પણ કાંઈ ચમત્કાર બનતો હોય એમ ઘડીમાં સુરેન્દ્ર તરફ અને ઘડીમાં આકાશ તરફ અને ઘડીમાં ભૂખ્યાં બાળકો તરફ નિહાળી અશબ્દ આભાર વ્યક્ત કરી રહ્યો હતો. દાનની અસર જોવા ઊભો રહેનાર સાચો દાનેશ્વરી નથી. અને સુરેન્દ્રને પોતે ભજનિક કુટુંબને અત્યારે દાન કરી રહ્યો હોય એમ કદી માની શકે એમ હતું જ નહિ. તેણે પાછો પગ ભર્યો. જરા આશ્ચર્યથી તેણે નિહાળ્યું કે જ્યોત્સ્ના તેની બહુ જ પાસે ઊભી રહી તેનો વ્યવહાર જઈ રહી હતી. સુરેન્દ્ર કાંઈ પણ બોલ્યા વગર સહજ દૂર ઊભેલી કાર તરફ નજર નાખી. કારમાં મધુકર આરામથી બેસી સિગારેટ પીતો પીતો ધૂમ્રનાં કલામય વર્તુલો રચાવી મહાક્રિયા કરી રહ્યો હતો. જ્યોત્સ્ના તરફથી નજર ખસેડી જાણે એને જોઈ જ ન હોય એવો દેખાવ કરી સુરેન્દ્ર આગળ ચાલ્યો.

‘કેમ, ઓળખાણ મટી ગયું શું ? હજી બે કલાક પણ મળ્યે વીત્યા નથી.’ જ્યોત્સ્નાએ સુરેન્દ્રને ઊભો રાખીને પૂછ્યું.

‘તું અહીં ક્યાંથી ?’ સુરેન્દ્રે જરા સ્મિત કરી પૂછ્યું.

‘તને જોવા માટેસ્તો.’

‘મને જવા દે ને મારે રસ્તે, જ્યોત્સ્ના !’

‘હું ક્યાં તને રોકું છું ? રોક્યો રોકાય પણ તું શાનો ? કહે, શું આપ્યું તેં પેલા ભગતને ?’

‘મારો અડધો પગાર.’ સુરેન્દ્ર જૂઠું બોલ્યો. આખો પગાર આપી દેવાની મૂર્ખાઈ જ્યોત્સ્નાથી છૂપાવવાનું તેને ઠીક લાગ્યું.

‘જુઠ્ઠો ! હું ન માનું.’ જ્યોત્સ્નાએ સ્પષ્ટ કહ્યું. સુરેન્દ્ર ધારતો હતો એના કરતાં જ્યોત્સ્ના સુરેન્દ્રના હૃદયને વધારે સારી રીતે ઓળખતી લાગી.

‘કેમ ?’

‘બતાવ મને તારો બાકીનો પગાર, જો તું સાચો હો તો !’ જ્યોત્સ્નાએ કહ્યું. સુરેન્દ્ર જરા હસ્યો. એણે બધોયે પગાર ભજનિકને આપી જ દીધો હતો.

‘પગાર તો બધોય અલોપ થઈ ગયો, જ્યોત્સ્ના !’ સુરેન્દ્રે કહ્યું.

‘હું જાણું ને ? અને તું શું કરીશ હવે આખો મહિનો ?’ જ્યોત્સ્નાએ