આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

25. તાકાતનું માપ


સોટી ઉપાડવામાં થોડો આંચકો હતો તે એક બે સપાટા ખેંચ્યા પછી હેડમાસ્તરના હૃદયમાંથી જતો રહ્યો. પછી તો એમાં ઉર્મિ દાખલ થઈ. વેગે ચડેલી આગગાડી વધુ ને વધુ વેગ જેમ આપોઆપ પકડતી જાય છે, તેમ હેડમાસ્તરના હાથની નેતર પણ પતિ પકડતી ગઈ. ને પછી એને એટલી તો સબોડવાની લહેર પડી કે ફટકો શરીરના કયા ભાગ પર પડે છે તેની ખુદ મારનારને જ શુદ્ધિ ન રહી.

પિનાકી પ્રથમ તો ખચકાયો પહેલો પ્રહાર પડ્યો ત્યારે જરા નમી ગયો; આડા હાથ પણ દીધા. પછી એનામાં લોખંડ પ્રકટ થયું. એ અક્કડ બની ઊભો રહ્યો. કેટલી સોટી ખામી શકાય તે જોવાની કેમ જાણે પોતે હોડ વદ્યો હોય ને, એવા તોરથી એણે ફટકા ઝીલવા માંડયા.

વિદ્યાર્થીઓનું ટોળું ત્યાં જમા થઈ ગયું. હેડમાસ્તર એ ટોળાને દેખી વધુ આવેશમાં આવતા ગયા. વિદ્યાર્થીઓની સહાનુભૂતિ પિનાકી પર ઢળી પડી. સહુ છોકરાની આંખમાં જાણે ખૂન ટપક્યાં. પ્રત્યેકના ગાલ પર ઝનૂનના ટશિયા ફૂટ્યા. હેડમાસ્તરના શરીરના ટુકડે ટુકડા કરી નાખવા નાનકડાં દિલો તલાસી ઊઠ્યાં. પ્રહારો ઝીલતો મૂંગો ને અક્ષુબ્ધ પિનાકી તેમને યોગી ભાસ્યો. ને ઓચિંતાનું સોટીના સબોડાટ જોડે જાણે કે તાલ લેવા માટે બોલાયું હોય એવું એક વચન સંભળાયું: “શાબાશ!”

હેડમાસ્તર એ શબ્દની દિશામાં વળ્યાં; પૂછ્યું : “કોણે કહ્યું ‘શાબાશા’?”

“મેં” એક છોકરો ધસ્યો.

“મેં.” બીજાએ આગળ પગલાં મૂક્યાં.

“મેં” ત્રીજાએ એ બંનેના પાછા હઠાવ્યા.

ત્યાં તો ‘મેં’-‘મેં’-‘મેં’ ના સ્વરો તમરાંના લહેકારની પેઠે બંધાઈ ગયાં. ‘મેં’કારાની જાણે મોતન-માળા પરોવાઈ ગઈ.

“હરામખોરો!” એવો સિંહનાદ કરીને હેડમાસ્તરે જ્યારે આખા ટોળાં પર તૂટી પાડવા ધસારો કર્યો, ત્યારે પિનાકી ના રહી શક્યો. એણે ઝડપ કરીને ટોળાની તેમજ મારનારની વચ્ચે પોતાના દેહનો થાંભલો કર્યો. પડતી સોટીને

૧૧૮
સોરઠ તારાં વહેતાં પાણી