આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આંહીનાં રૂપિયા-પૈસા પર આવી સમજો!"

"સરસ લાગશે," એક છોકરાએ કહ્યું : "એની મૂછોના આંકડા ફક્કડ દેખાશે."

"બસ કે!" સુરેન્દ્રદેવજીના મોં પર તિરસ્કાર દેખાયો. "તમારે તો સિક્કા પર પરદેશી રાજાની જ મૂછો જોઇએ છે ને? હિન્દ માતાનું ચિહ્ન - ગાયનું મોઢું - નથી જોઇતું કે?"

"હવે ચાલો-ચાલો, સુરેન્દ્રદેવજી!" કહી પેલા સાથીએ એમને બાજુમાં ઊભેલ ઘોડાગાડી તરફ ખેંચ્યાં. "નકામું કંઈક બાફી મારશો."

જતા જતા સુરેન્દ્રદેવજીએ સાથીને કહ્યું : "મને તો ખરેખર અજબ લાગેલું કે, આ વાંદરો મારા પર આટલો બધો રાતોપીળો થયા પછી પાછો ઓચિંતો એવા શા હેતે ઊભરાઈ ગયો! પણ હવે મર્મ સમજાયો: "વાંદરાને જે ચિઠ્ઠી મળી તેમાં લડાઇ સળગ્યાના જ સમાચાર હોવા જોઈએ. વાંદરો ચેતી ગયો; કેમકે હવે પૈસા કઢાવવા છે ખરા ને! એટલે અમારી પાસે પૂછડી પટપટાવશે. એમને કલાકો સુધી બહાર બેસાડતા તેને બદલે હવે કમ્પાઉન્ડ સુધી હસીને સામા લેવા આવશે બચ્ચાઓ!"


26. જતિ-સતીને પંથે


છોકરાઓ ધીરે-ધીરે, આથમતા તારાઓની જેમ, વીખરાતા ગયા. એકલો પડેલો પિનાકી સાઇકલ પર ના ચડી શક્યો. એને આરામ લેવા રસ્તા પર બેસવાની પણ શરમ લાગી. એણે લથડતે પગે સડક પર ચાલ્યા કર્યું.

રસ્તામાં એક હેઠા ઘાટના બંગલાના ચોગાનમાં હોજ હતો. સંધ્યાના કેસૂડાં એ હોજના પાણીમાં ઝબકોળાઈ કેસરી રંગની તશરો મેળતાં હતાં. બે જુવાના છોકરીઓ કાંઠે બેઠી બેઠી પગ ઝબોળતી હતી. પિનાકી એમને પિછાનતો હતો. પોલીસખાતાના ’ડીપોટી સાહેબ’ની એ કન્યા હતી. પણ આજે પિનાકીએ તે તરફ ના નિહાળ્યું.

૧૨૧
સોરઠ તારાં વહેતાં પાણી