આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કબૂલ રાખશે. કજિયા સાંભળવા નહિ બેસે."

"તમે તે આ શું ધાર્યું છે, ઠાકોર સાહેબ?"

"હું મારી વેતરણમાં જ છું. આપણે બંને પંજા મિલાવી શકશું?"

"વધુ સાચવવાની મારી ત્રેવડ જ નથી. જેટલું વધુ તેટલી ગુલામી વિશેષ."

"મોકો ચૂકો છો. હું તો કહું છું કે છેલ્લો કડાકો થાય કે તત્કાળ એજન્સીનું વેજળ પરગણું દબાવી બેસો."

"માફ કરો તો એક વાત કહું...."

"કહો."

"પચીસ વર્ષ પછી કોઈ લેખક જો આપના વિષેની સાચી વાત લખશે તો એ દીવાનામાં ખપશે."

"એની મતલબ તો એ ને કે મને આપ દીવાનો માનો છો?"

"કારણ કે આપ કોઈ પ્રકારનો નશો તો કરતા નથી એ વાત હું જાણું છું." સુરેન્દ્રદેવજી બહુ મીઠાશથી ગાળો આપી શકતા હતા.

"તમને તો, સુરેન્દ્રદેવજી," ઠાકોરે ખેદ બતાવ્યો: "રાજાઓ જોડે કદી બંધુભાવ થયો જ નહિ."

"બંધુભાવની વાત રાજાઓની સંસ્થાને શોભશે નહિ. ભાઈઓને ઝેર દેવાનો તો આપણો પ્રાચીન સંસ્કાર છે."

"આપ કોની વાત કરો છો?" ઠાકોર સાહેબ ભડક્યા.

"હું તો પાંડવ-કૈરવોથી માંડી આજ સુધીના આપણા ઇતિહાસની વાત કરું છું"

"તો પછી જીવવું શી રીતે?"

"આપણા જીવવા પૂરતી જ જો ખેવના હોત તો આપણે હિંદ પર પીળું પોતું ફેરવી શકત. પણ આપણે તો આપણા મૂવા પછી પેઢાનપેઢી આપણી ઓલાદને કપાળે ગુલામીનો ભોજનથાળ ચોક્કસ ચોડી જવો છે. આપણે આપણા પોતાનાં ભૂત થઈને પૃથ્વી પર ભમવું છે."

ઠાકોર સાહેબને આ બધી વાત અક્ષાત્રવટ લાગી, એમણે તો સુરેન્દ્રદેવને મોંએ જ ચોડી દીધું: "દેવ! તમે તમારું તો ટાળશો, પણ છોકરાનીય

૧૩૭
સોરઠ તારાં વહેતાં પાણી