આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાથૉ મોઢવાડીયો
૮૯
 

ચાંપરાજ વાળાને થોડા દિવસ રોક્યો. હીલેાળા કરાવ્યા. પછી બન્ને જણા અમરેલી ઉપર ચડ્યા. અમરેલી ભાંગ્યું, ભાંગીને ચાંપરાજની સાથે નાથાએ સોરઠી ગિરની સાહેબી દીઠી. પછી પોલે પાણે આવ્યો.

ચલાળું ધારી ચુંથીયાં,લીધી હાકમરી લાજ
ચાંપે હળ ચલાવીયાં (તે દિ') નર મોઢો નથરાજ.

ગત ! માધવપુર ઉપર હાથ મારવા જેવું છે હો ! આવું તરતું ગામ બીજું નહિ મળે.”

“પણ ઈ ગામ તો 'પોર'નું : 'પોર'નો રાણો તો આપણો માથાનો મુગટ. એના ગામ માથે જાવું ઈ તો બેઠાની ડાળ્ય ભાંગ્યા જેવું કહેવાય.”

એમ વાતો કરતો બારવટીયો નાથો પોરબંદર તાબાના મેરીયાં ગામામાં આંટો દેવા જાય છે. માધવપુરની રસાળી સીમમાં ઉંટ ઓરાઈ જાય એવી જુવાર ઉભી છે. રસ્તે આવતાં કેડાને કાંઠેથી જુવારના જૂથની ઓથે નાથાએ હાકલા પડકારા સાંભળ્યા. કોઈ અમલદારની દમદાટીનો અવાજ લાગતાં જ નાથાએ લગામ ખેંચીને ઘોડીને રોકી. એક ખેડુત શેઢે વાછડા ચારતો હતો એને પૂછ્યું કે “એલા, આમ ફાટતે મોઢે ઈ કુણ બેાલે છે ?"

“અમારો કાળ બોલે છે ભાઈ ! કરપારામ મહેતા !"

“શું કરે છે ?”

“બીજું શું કરે ? જુલમ. હજી આ જાર ઉભી છે, ત્યાંજ ઈ અમારી પાસેથી વસુલાત કઢાવશે. વેપારીને અમારે પાણીને મૂલે માલ માંડી દેવા પડશે. રાણાના રાજમાં તો હવે ગળાફાંસો ખાવાના દિ' આવ્યા છે ભાઈ ! ”

“જઈને જરા એને કાનમાં કહી દે ભાઈ, કે નાથા મોઢવાડી એ ચેતવણી મોકલી છે. ભલો થઈને ખેડુતો સંતાપવા રેવા દે, કહીએં.”