આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
સોરઠી બહારવટીયા
 


“હાં ! હાં ! હાં ! મામદ જામ. બિચારાની નોકરી તૂટશે.” એ રીતે વાલાએ બહુ વાર્યો, પણ ફાટેલ મીયાણો મામદ જામ ન માન્યો. ભાવરનો જોટો ઝુંટવી લઈને ઉપડ્યા.

ત્યાંથી વડાળ થઈને ગિરનારના ડુંગરામાં ત્યાંથી આખી ગિર પગ નીચે કાઢી.

ચરખાની સીમમાં પડ્યા : ફકીરોનાં ઘોડાં આંચકી લીધાં.

ટોડા દૂધાળામાં ઝરખડી નદીની અંદર રોટલા ખાવા બેઠા : બીડનો પસાયતો ગાળો દેતો આવે છે : વાલાએ બંદૂક લાંબી કરીને કહ્યું કે “તારી માની તો અદબ રાખ.”

પસાયતે ભાગીને પટેલને જાણ કરી.

પીપરીઆ ને બાબરા વચાળે ટોડાળી વાવ છે: ત્યાં બહારવટીયાનો પડાવ છે. લાઠીની ગીસ્તો ત્યાં આવી, આડાં રૂનાં ધાકડાં મેલી ધીંગાણું આદર્યું. બહારવટીયાઓએ વાવની ચોપાસ સાંઢીયાનો ગઢ કર્યો. ફોજવાળાં ધોકડાં રેડવતાં જાય, સામેથી બહારવટીયાની ગેાળીઓ ચોંટતી જાય, રૂમાં આગ લાગતી જાય અને ગીસ્તનાં માણસો પાણી નાખી આગ ઠારતા જાય. પણ ધોકડાંની એાથ બહાર ડોકું કાઢ્યા ભેળું તો ડોકું ઉડી જ પડવાનું છે, એ વાત ગીસ્તના માણસો જાણતા હતા. ઠુંઠા હાથવાળા વાલીયાની બંદૂક ખાલી તો કદિ જાતી નહોતી.

બહારવટીયાને ભાગી નીકળવું હતું. વડલાની ડાળે એક બંદૂક ટાંગીને વાંસેથી છાનામાના સરકી ગયા.

ગીસ્ત સમજે છે કે બંદૂક પડી છે, એટલે બહારવટીયા ગયા નથી, એમ ભ્રમણામાં ને ભ્રમણામાં જ સાંજ પડી. સાંજે બહારવટીયાની મશ્કરી સમજાઈ. બેવકૂફ બનીને ગીસ્ત પાછી વળી.

મૂળી તાબાનું જસાપર ગામ ભાંગ્યું : બંદૂકો ઉઠાવી : વઢવાણ કાંપમાં ફીટઝરાલ્ડ સાહેબને મકલા કોળીની સાથે કહેવરાવ્યું કે “અમે- વાલે મોવરે અને મામદ જામે જ ગામ ભાંગ્યું