આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
સોરઠી બહારવટીયા
 

દોડીને, મરણના દમ ખેંચનાર બાવાની પીઠ થાબડી કહ્યું “શાબાશ જવાન ! તારા જેવા શુરવીરને હાથે મારૂં મોત સુધરી ગયું. રંગ છે તને, ભાઇ !”

એટલું વચન સાંભળીને બાવાએ છેલ્લી આંખ મીંચી. મામદ જામે પાછા ફરીને પોતાના સાથીડાઓને હાકલ કરી કે

“બેલીડાઓ, પાછા વળેા. હાલો ઝટ. લૂંટનો માલ મેલીને હાલી નીકળો.”

પોતે આગળ, ને દસ જણા પાછળ : બધા બહારવટીયા ગઢમાંથી બહાર નીકળી ગયા. બજારે વાલો ટેલે છે. તેણે પૂછ્યું,

“કેમ ખાલી હાથે ?”

“વાલા ! મારાં પાપ આંબી ગયાં. હવે હું ઘડી બે ઘડીનો મેમાન છું. મને ઝટ મારી કબર ભેળો કર.”

મામદ જામને ઘોડે બેસારી બહારવટીયા ચાલી નીકળ્યા.

બળધેાઇથી અરધા ગાઉ ઉપર, વીંછીયાના વોંકળામાં અધરાતને ગળતે પહોરે બહારવટીયા પહોંચ્યા, એટલે મામદ જામે કહ્યું

“બેલીઓ, બસ આંહી રોકાઓ. આંહી મારૂં દિલ ઠરે છે. આ વેળુમાં મારી કબર ખેાદો.”

કબર ખોદાઈ.

“હવે બેલી, ખાડાની ઉંડાઈ માપી જુવો.”

કબરને માપી. મામદ જામની કાનની બુટ સુધી ઉંડો ખાડો થઈ ગયેા હતેા.

“હવે એને વાળીને સાફ કરી નાખો.”

કબર સાફ થઈ ગઈ. પોતે પોતાના મેળે અંદર ઉતરી ગયો. ઉભા રહીને, કબરને કાંઠે ઉભેલા પોતાના ભેરુઓને કહ્યું.

“બેલીઓ, મારા કાળા કામા મને આંબી ગયા. સારૂં થાય છે કે હું તમારામાંથી બાદ થઈ જાઉ છું. અને હવે તમે