આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
સોરઠી બહારવટીયા
 

“બેલીઓ ! એ વેણ વિધાતાનું સમજજો, આપણે ખાટસવાદીઆઓને ભેળા કર્યા, એણે તો આપણને ખેાટ ન ખવરાવી, પણ આ કકલ બોદલે ખેાટ ખાધી. અરેરે ! ઓરતની આબરૂ લુંટી ! કુંજડીની જેમ ઓરત કળેળતી હતી, એની કાયા ચુંથી ! એના નિસાપા આપણી મોર્ય થઈ મોતની સજાયું પાથરી રહ્યા હશે, એ નક્કી જાણજો ભાઈ !”

મોરબીના ગામ ઝીંકીઆળીની સીમમાં કકલ બોદલે[૧] પટેલની દીકરીની આબરૂ લીધી, તે વાત પરથી વાલાએ પોતાનું ભવિષ્ય ભાખી લીધું.

× × ×

વાધરવાની સીમમાં માથોડું માથોડું તલ ઉભા છે. એમાં લપાઈને બપોરને ટાણે બહારવટીયા બેઠા છે. અને પેથો નામનો પગી એ બધાને લાડવા જમાડે છે. વાલે પૂછ્યું,

“પેથા આજ તો બહુ દાખડો કર્યો ?”

“બાપુ ! તમે મારાં ઘર ભરો છો ને હું કો'ક કો'ક વાર. તમને ગળી દાઢ પણ ન કરાવું ?”

“ભારી મીઠા લાડવા હો !”

“પેથો તો આપણો બાપ છે ભા ? ન કેમ ખવરાવે ?”

એમ વખાણ થાતાં જાય છે ને લાડવા પેટમાં પડતા જાય છે. એવે ટાણે કોળી પેથાએ પોતાના છોકરાને ઝાડવા માથે. ચાડિકા તરિકે બેસારી બહારવટીયાનું ધ્યાન ચૂકાવી ચુપચાપ રસ્તો લીધો. બહારવટીયાએ સગા બાપની માફક જે પેથાને રાખ્યો હતો ને લૂંટના માલથી ખૂબ ધરવ્યો હતો, તે જ પેથાએ એજન્સી પોલિસના ગોરા ઉપરી ગોર્ડન સાહેબની સાથે મળી જઈ બહારવટીયાને ઝેર દેવાનો મનસૂબો કર્યો, ખાખરેચી ગામથી સાહેબે[૨] ઝેરવાળા લાડવા વળાવીને પેથાને મોકલ્યા અને એ


  1. આગાઉની આવૃત્તિએામા “પરવત મેાવર” લખેલ છે તે બરાબર નથી.
  2. કહેવાય છે કે એ જીવલેણ ઝેર નહોતું, પણ મૂર્છા આવે તેવો કેફી પદાર્થ હતેા.