આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમો જત
૧૯
 


પ્રભાતનો પહોર હતો. બબીઆરાનો જે એક ભાગ ભેરવા ડુંગરને નામે એાળખાય છે, તેના ઉપર ભીમો બેઠો બેઠો તસ્બી કરતો હતો. અને પડખે ડાડુકા ગામનો સૈયદ અબામીંયા બેઠો હતો. પડખે બીજા ત્રણ ચાર રક્ષકો હતા. છેટે પા ગાઉ ઉપર એક ધારડી હતી, તેની ખાપમાં બીજા પચાસ માણસો તમામ હથીયાર અને દારૂગોળાની ચોકી કરતા બેઠા હતા. ભીમાની અને અબામીંયાની પાસે ફક્ત બબ્બે તલવારો જ હતી. કોઈને દુશ્મનોનો ખયાલ પણ નથી.

ત્યાં તો જેમ ઝાડવાં ને પત્થરો સજીવન થાય તેમ ચારસો માનવી પ્રગટ થઈને ડુંગર ઉપર ચડી ગયા. ભીમો ઉભો થઈને પાછો હટવા જાય છે ત્યાં એણે સામી ફોજમાંથી ગીગલા નામના મીરના પડકારા સાંભળ્યા :

"હાં ભીમા ! આજ પાછો પગ ભીમાનો ન્હોય. પાછે પગલે થાતાં તો મોત બગડે હો ભીમા !"


ભીમો ભાગી જાય
(જો)કરનર કાંઢોરી કરી,
(તો તો)ધ૨તી ધાન ન ખાય
ક૨ણ્યું ઉગે કીં

[જો ભીમો હાથ જોડીને ભાગી જાય, તો તો પૃથ્વી પર વરસાદ કેમ વરસે ? અને સૂર્યના કિરણ કેમ ઉગે ?”]

સાંભળીને ભીમો થંભ્યો. અબામીયાંએ હાકલ કરી “અરે ભીમા ! ગાંડો મ થા. પાંચસે કદમ પર આપણું દારૂખાનું પડ્યું છે. હાલ્ય, હમણાં ત્યાં પહોંચીએ એટલી વાર છે. એકાએકને ફુંકી નાખીએ."

“બસ મીંયા સાહેબ ! ” ભીમાએ શાંત અવાજે ઉત્તર દીધો, “મારા પગમાં સોનાની બેડી પડી ગઈ. હવે તો એક