આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
સોરઠી બહારવટીયા
 


ભીમાની કબર, બબીઆરાના ભાગ ભેરવા ડુંગરની આથમણી ભીંતે, સાલરડાના ઝાડ નીચે આજ પણ મોજુદ છે. લગભગ સને ૧૮૫૦ ની આસપાસ ભીમો થઈ ગયો કહેવાય છે.

ભીમો કેાઈનાં નાક કાન નહોતો કાપતો.

બાન નહોતો પકડતો.

ગામ નહોતો બાળતો.



__________________________________________________________

આ કથાના પ્રસંગો કહેનાર ભાઈ રાણા આલા મલેક, ભીમાની દીકરીના જ દીકરા થાય છે. એનું વર્ણવેલુ વૃત્તાંત વિશ્વાસપાત્ર હોય, એવું એ ભાઇની ખાનદાની પરથી સ્પષ્ટ જણાય છે. ભા.શ્રી. રાયચૂરાએ લખેલી 'ભીમા જત'ની સુંદર કથામાં “નન્નુડી' નામની જે માશુકનો ઉલ્લેખ છે. તેનો આ ભાઈ રાણા આલાએ સદંતર ઇન્કાર કર્યો છે. એ કહે છે કે ભીમો પરણેલો જ હતો અને એનો એક દીકરો ગો૨ખડી ગામે હજુ હયાત છે. પરણેલ સ્ત્રી ઉપરાંત છુપો પ્રેમ ભીમાને કદી સંભવે જ નહિ.