આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવા વાળો

ચ્ચા રાનીંગ વાલા ! માગી લે.”

“બીજું કાંઈ ન જોવે મહારાજ; ફક્ત શેર માટીની ઝંખના છે.”

પાવડી ઉપર કપાળ ફેરવીને અવધૂતે ધ્યાન ધર્યું.દસમે દ્વારે જીવને ચડાવીને જોઈ વળ્યા. પછી સમાધિ ઉતારીને બોલ્યા કે “તેરા લલાટમે પુત્ર નહિ હે બેટા.”

"તો જેવાં મારાં નસીબ અને જેવાં જોગીનાં વચન ! મહાત્માનાં બેાલ્યા મિથ્યા થાય: હાથીના દંતૂસળ પેટમાં પેસે: એ આજધીસુ નહોતું જોયું બાપુ ! મારૂં ખોરડું મહા પાપીયું છે એટલે વંશ રાખવાની આશાએ તો મે તમને જાંબુડું ગામ અરપણ કરી દીધું, પણ મારાં પાપનો પાર નહિ આવ્યો હોય !"

જોગી ઘમસાણનાથ આ સાંભળીને શરમીંદા બની ગયા. આખરે પોતાના શિર પરથી આ કરજનું પાપ ઉતારવા માટે મરવાનો જ નિશ્વય કરીને એ બેાલ્યા, “અચ્છા ભાઈ ! તેરે ઘર પુત્ર આવેગા–બરાબર નવ મહિના પીછે: લલાટમે વિભૂતિકા તિલક હોય તો સમઝના કે સંકરને દીયા. [૧]અઠાવીસ વર્ષ કા. આયુષ રહેગા. નામ 'બાવા' રખના.”

એટલું બોલીને જાંબુડા ગામના ભોંયરામાં મહારાજ ઘમસાણનાથે જીવતાં સમાત લીધી. પોતાનો જીવ પોતે લુંઘીયાના


  1. ** કેાઇ તેત્રીશ વર્ષની આવરદા બતાવે છે.