આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
સોરઠી બહારવટીયા
 

વાળા વાઘણીઆ તણો રતી યે ન લીધો રેસ
દેવાવાળાનો દેસ બાળી દીધો તેં બાવલા.
માથું મેંદરડા તણું ભાગ્યું ભાયાણા
તુંથી રાણ તણાં, બીએ જેતાણું બાવલા.
ગળકે કામન ગોંખડે, ૨ંગભીની મધરાત
ચોચીંતાનો આવશે, ભડ આવો ૫૨ભાત.

૫૨ભાત આવે નત્ય ત્રાડ પડે
ગણ જીત ત્રંબાળુ તીયાં ગડે
ઘણમૂલા કંથ આવો ધજાએ,
ઝળકે કામન ગોંખડીએ.

ખાવીંદ વન્યાનું ખોરડું ધણ્યને ખાવા ધાય,
પ્રીતમ બાવે પાડિયા, કુંજાં જીં ક૨લાય.

કુંજ સમી ધણ્ય સાદ કરે
ઘ૨મૂલા કંથ તુ આવ્ય ઘરે
રંગ રેલ ધણી તળમાં રીયો
થંભ ભાગ્યો ને ખોરડ ઝેર થીયો.

બાવાના નામનો એટલો બધો ત્રાસ પડી ગયો. અને એક પછી એક હરસૂરકાનાં ગામડાં ધબેડાતા ગયાં.

વારને પહોર સૂરજ મા'રાજ કોર કાઢે, અને સાંજે મા'રાજ મેર બેસે, એ બેય ટાણે બાવોવાળો ઘોડેથી ઉતરી જતો અને ઘીના દીવાની જ્યોત પ્રગટાવી સૂરજ સન્મુખ માળા કરતો. ચાહે તેવી સંકડામણમાં પણ એણે આ વ્રત ભાંગ્યું નહોતું. એક વખત પોતે ખુમાણ પંથકમાંથી લુંટ કરીને ચાલ્યો આવે છે. વાંસે વા'ર વહી આવે છે. બધુંકોના ચંભા વાંસેથી છૂટતા આવે છે. એમાં આડી શેલ નામની વખંભર નદી આવી. નદીની ભેખમાં ઉતરતાં જ સુરજ ઉગીને સમા થયા. એટલે બાવાવાળાએ ઘોડેથી ઉતરી જ્યોતની તૈયારી કરી, હાથમાં માળા ઉપાડી.