આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાંપરાજ વાળો
૬૩
 


દસે બંદૂકો એક પછી એક ભરી ભરીને ચાંપરાજ વાળો આપતો જાય છે અને મકરાણીનો જમાદાર “બાપુ બીવારૂ છું. હો” એમ કહીને, ડુંગર ઉપર ચડવા આવનારાઓને ફુંકતો જાય છે, એમ થાતાં થાતાં તો બે જુવાન મરણીયા અંગ્રેજ અમલદારોને હાથમાં બંદૂક લઈને ડુંગર ઉપર ચડતા જોયા.

“ બાપુ ! ” જમાદાર બેાલ્યો. “હાથના અાંકડા ભીડીને બે ગોરા ચડ્યા આવે છે. ઉડાડું ? ”

“ના ભાઈ, ગોરાને માથે ઘા રે'વા દેજે.”

“પણ બાપુ, ઈ તો અા પોગ્યા. અને હમણાં આપણને ધ્રબી નાખશે.”

“ઠીક ત્યારે ઉડાડ, થાવી હોય તે થાશે !”

મકરાણીની બંદૂક વછૂટી. અને એની ગેાળી બેમાંથી એક અંગ્રેજના માથાની કાછલી તોડતી ગઈ.

વીકે સરવૈયા વાઢીઆ, રણગેલા ૨જપૂત
ભાણીઆને ડુંગ૨ ભૂત, સાહેબને સરજ્યો, ચાંપરાજ

[વીકાએ તો સરવૈયા રજપૂતોને વાઢ્યા. પણ હે ચાંપરાજ ! તેં તો ભાણીયાના ડુંગર ઉપર સાહેબને અવગતિએ મારીને ભૂત સર જાવી દીધો. ]

ડેરે બોકાસાં દીયે, કંડી મઢ્યમું કોય
જગભલસા'બ જ કોય, ચૂંથી નાખ્યો ચાંપરાજ

[સાહેબની મડમો એના ડેરા તંબુઓમાં વિલાપ કરે છે. કેમકે તેં તો જે કોઈ સાહેબને દીઠો તેને ચુંથી નાખ્યો છે.]

તેં દીધી ફકરા તણા એવી ભાલાની આણ
મધ ગરમાં મેલાણ, સાહેબ ન કરે ચાંપરાજ

[ફકીરા વાળાના પુત્ર ! તેં તો ગિરની અંદર તારા ભાલાની એવી હાક બેસારી દીધી છે કે કોઈ ગોરો સાહેબ મધ્ય ગિરમાં મુકામ કરી શકે તેવું નથી.]