આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને ઘરબારથી વંચિત બનીને નોતરેલાં પીડનો : ભૂખમરા ને દગલબાજીયુક્ત કરૂણ મૃત્યુઓ:

૫ તેઓનાં ઠામ ઠેકાણાં : લશ્કરો: હથીઆરો: સાલ સંવત : રાજસત્તાનાં સૈન્ય મોટી સંખ્યામાં તેમજ વિપુલ સામગ્રીવાળાં હોવા છતા ધરપકડમાં વિલંબ થવાનાં કારણો : બહારવટીયાને આશરો આપનાર સ્થાનો : સૈન્યોની કુનીતિ : પ્રજાપીડક તપાસનીતિ : બહારવટીયાને જતો કરવામાં સિપાઈઓની બદદાનત :

૬ બહારવટીયાના વ્હેમો : ઈષ્ટ દેવતાઓની ઉપાસના : ગેબી મદદગારો પર વિશ્વાસ : અમૂક જાતનાં તાવીજો અને અમરત્વ આપનારી વસ્તુઓ: દેવોપાસનાનાં સારાં માઠાં તત્ત્વો.

૭ નારી-સન્માન : ચારિત્ર્યની નિર્મલતા : વીરધર્મ: શત્રુ પ્રત્યેનો ધર્મ : નેકી : એકવચનીપણું : Code of honour : પરંતુ તે બધાંની વિચિત્ર ગતિ.

૮ શારીરિક તપશ્ચર્યા.

૯ મોજીલી પ્રકૃતિ : પરોપકાર વૃત્તિ : ધનસંચયની વાંછનાનો અભાવ.

૧૦ લૂંટફાટનાં કારણો : શાહૂકારો પ્રતિ દાઝ : ચો૫ડા શા માટે બાળે ? પ્રજા જાલીમ રાજા સાથે શા માટે સહકાર કરે એ એની રીસ : મૂડીદારેાની ચૂસણનીતિનો કિનો.

૧૧ ખેડુતો પ્રતિ રોષ : સાંતી શા માટે છોડાવે ? જમીન પર કોનો હક ? અન્યાયથી ઝૂંટાવી લીધેલી