આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
સોરઠી બહારવટીયા:૨
 

ગજરી વાર કરી ગોવીંદે
વાર અમારી ક્યે વજા ! ૨૫

[ભાણ જોગીદાસે હાથ જોડીને કહ્યું કે હે વજેસંગજી ! અમારી ૫રજની (જ્ઞાતિની) કુટિલતા અમે જોઈ લીધી, હવે તો ગજની વ્હાર જેમ ગેાવીંદે કરી હતી, તેમ તું અમારી વાર કર.]

મોટા થકી કદિ નહ મરીએ
અવગણ મર કરીએ અતપાત,
માવતર કેમ છોરવાં મારે
છોરૂ થાય કછોરૂ છાત્ર ! ૨૬

[હે મહારાજા ! ભલે અમે ઘણા અવગુણો કર્યા છે, છતાં મોટા દિલના પુરૂષને હાથે અમને મરવાની બ્હીક નથી. છોરૂ કછોરૂ થાય પણ માવતર છોરૂને કેમ મારે ?]

અવગણ તાજી લીયા ગણ અધપત
મહે૫ત બાધા એમ મણે,
જોગીદાસ વલ્યાતે જાતો
તે દિ રાખ્યો વખત તણે. ૨૭

[અધિપતિએ-રાજાએ અવગુણ તજીને ગુણ લીધો. અને આજે બધા રાજાઓ એમ કહે છે કે જોગીદાસને તે દિવસે અંગ્રેજના હાથમાં ચડીને વિલાયત જતો બચાવનાર તો વખતસિંહજીના પુત્ર વજેસંગ જ હતા.]

પીડ ખુમાણાં તણી પિછાણી
ધણીઅત જાણી. વડા. ધણી
મારૂ રાવ ! વજા મહારાજા !
તું માજા હિન્દવાણ તણી. ૨૨

[તેં ખુમાણોની પીડા પિછાની; અને હે સમર્થ માલિક! તેં તારો સ્વામી-ધર્મ સમજી લીધો. હે મારૂ (મારવાડથી આવેલા) રાવ! હે વજેસંગ મહારાજ ! તું હિન્દુઓની શોભા રૂપ છે.]