આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
સોરઠી બહારવટીયા:૨
 

૧૮૨૪માં ભાવનગર લઈ ગયા. વજેસંગજી સાથે વિષ્ટિ ચાલી. પણ કાંઈ સમાધાની ન થવાથી આ હામીઓ ખુમાણોને લઈ પાછા પોતપોતાને ગામ ચાલ્યા ગયા.

૨૦૧ : વજેસંગજીના મનની આવી ડામાડોળને પરિણામે ફરીવાર વર્ષને અંતે ખુમાણો બહારવટે નીકળ્યા, અને ભાવનગરનું ગામ જેસર ભાંગ્યું. મહુવા ને કુંડલાની સરબંધી આ ખુનીઓની પાછળ છેક મીતીઆળા સુધી પહોંચી, ને ત્યાં ચાંપો ખુમાણ કામ આવ્યો. બાકીના બધા ગિરમાં નાસી ગયા અને ભાવગરની ફોજને પાછા વળવું પડ્યું.

૨૦૫ : જોગીદાસ ખુમાણે હવે ભાવનગર શહેરનેજ લુંટવાનો નિરધાર કર્યો. પાલીતાણા જઈને એણે જુનાગઢ તથા ભાવનગર રાજના બહારવટીયાઓની ફોજ તૈયાર કરી. તેમાં હાલરીયાના ઓઘડ માત્રો પણ હતા. પાલીતાણા દરબાર કાંધાજીએ પણ માણસો તેમજ સાધનોની મોટી મદદ કરી. પૂરતી ફોજ લઈને જોગીદાસે નાગધણીબા ગામ પર પડી ગામ બાળ્યું. પણ પછી ભાવનગર લુંટવાનો ઈરાદો છોડી દઈને પાછા વળ્યા ને માર્ગે આવ્યાં તે બધાં ગામને લુંટતો તથા મોલાતનો નાશ કરતો ગયો.

વજેસંગજીએ કાઠીઓનો રસ્તો રૂંધવા એક ફોજ પાલીતાણે મેાકલી, પેાતે ચારસો માણસોની ફોજ લઇ લુંટારાઓની પાછળ ચડ્યા, અને શેત્રુંજી કાંઠે ટીમાણીઆ ગામ પાસે આંબ્યા. આંહી એક સામસામુ યુદ્ધ મંડાયું જેમાં કાઠીઓ હાર્યા, પણ પેાતાની નિત્યની યુક્તિ મુજબ તેએા વિખરાઈને ગીરમાં, બીજી લુંટની તૈયારી કરવા ચાલ્યા ગયા.

ગીરમાં જોગીદાસ આળસુ બનીને ન પડ્યો રહ્યો. થોડા જ મહિના પછી એ ફોજ લઈને નીકળ્યો અને હળીઆદ ઉપર ચડ્યો. ફરી પાછી શિહોરથી ફોજ મેાકલવામાં આવી પણ એ જોગીદાસને ન પકડી શકી. સમઢીયાળા પાસે તો ભાવનગરની ફોજ આંબી ગઈ, છતાં લુંટનો માલ રોકવા જેટલી પણ એ ફોજ ફાવી નહિ.

૧૮૨૭ : ખુમાણોએ ફરીવાર ભાવનગરના પ્રદેશ પર હુમલા કર્યા. દિહોર લૂંટ્યું. ત્યાં રહેતા થાણાને હરાવ્યું. પણ તે પછી ટાણાથી મોકલાએલી ફોજને હાથે તેઓએ હાર ખાધી. ટાણાની ફોજે તેઓને પાલીતાણા સુધી તગડ્યા.