આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પોતાની ધરતીમાંથી એક કણ પણ શત્રુ-રાજસત્તાના કોઠારમાં ન જવા દેવાનો નિરધાર.

૧૨ અંગ્રેજો પ્રત્યેની દાઝ : ગોરાઓની કતલ : તેનાં ઉંડાં કારણો : એનાં યશગીતો : અંગ્રેજ રાજસત્તા સામે નિર્ભય બની હથીઆર ધરવાનો પોરસ : પ્રજાને નિશસ્ત્ર બનાવી દઈ, નિર્વીર્યતામાં ઉતારવા માટે કંપનીના કારોબારનું આગમન હોવાનો તેઓને સંદેહ.

૧૩ લોકોનો સહકાર : પ્રજાની દિલસોજી : કેટલી હદે સાંપડી શકી ? પૂરેપૂરી કેમ ન પ્રાપ્ત થઈ ? થઈ હોત તો તેઓને ન્યાય જલદી મળી શકત કે નહિ ? બહારવટીયો લોકસત્તાને કેમ ન અપનાવી શક્યો ?

૧૪ ઘાતકી આચરણો : કેટલે અંશે બચાવ કરવા યોગ્ય : કેટલે અંશે ધિ:કારપાત્ર : યુગનાં તત્ત્વોનો રંગ કેટલો, ને કેટલી આત્મગત ક્રૂરતા : યુદ્ધનીતિની આવશ્યકતાને લીધે કેટલું આસૂરીપણું અને અંતઃકરણમાં ઉતરેલી અધમતા કેટલી.

૧૫ યુગ-સંસ્કારોનો અભાવ : ન રાષ્ટ્રભાવ, ન ધર્મભાવ, ન માલીકી-હકની પવિત્રતાનો ખ્યાલ: ન કોઈ ન્યાય તોળનાર મધ્યસ્થ સત્તા વા સંસ્થાનું અસ્તિત્વ : ન કોઈ વિશ્વાસપાત્ર વગદાર પક્ષ સમાધાની કરાવનારા : અહિંસાવાદનો યુગ વર્ત્યો નહોતો: ન શિક્ષણ : ન વીરત્વના અન્ય આદર્શોની હાજરી : બહુમાં બહુ તો રામાયણ મહાભારતનું જ શ્રવણ અને તેમાંથી નીપજતું યુગ-સંસ્કારનું સીંચન : બાકી તો પોતાના જ પૂર્વજોની વિચિત્ર કુલિનતાનું રક્ષણ : બલવંત મનુષ્યો : શરીરે ને આત્માએ