આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


૨૦ રાજસત્તાઓની મદાંધતા ને સ્વાર્થાંધતા : રાજ્યવિસ્તારની લોલૂપતા તેમજ આવશ્યકતા : વીરનરો પ્રતિના અનાદર : ઈન્સાફની અદાલતોમાં ન્યાયનાં નાટકો : અંગ્રેજ સરકારની લશ્કરી સહાય પર અવલંબન : અંગ્રેજ સત્તાએ એ અવલંબન આપવામાં ધારણ કરેલી મનાતી પક્ષકાર નીતિ : નાનાઓને પોતાની રાવબૂમ સાંભળનાર કોઈ નહિ હોવાના નિરાશાજનક ખયાલો : એજન્સીની મોટી જવાબદારી.

૨૧ બહારવટું તો સદાકાળ ચાલ્યું છે. રાજસત્તાના અન્યાયો હશે ત્યાં સુધી ચાલશે : દરેક યુગનું બહારવટું જૂદી ભાતનું, પણ સિદ્ધાંત તો એક : રાજસત્તા, ધર્મસત્તા, હર કોઈ સત્તાના અધર્મ સામે મરણીયો હુંકાર : મધ્યયુગી બહારવટીયાનાં મક્કમતા, મરણીયાપણું, ત્યાગ, સહન શક્તિ, પ્રભુશ્રદ્ધા, આત્મશ્રદ્ધા, ઔદાર્ય ને વીરનીતિ, નવા યુગને આરે અવતારવા લાયક : એનું મૃત્યુંજયત્વ આદરને યોગ્ય : એનાં ઘાતકીપણાં, નિર્દયતા, સંહારનીતિ, વગેરે ત્યજવા ને તિરસ્કારવા લાયક.

૨૨ સોરઠની લડાયક જાતિઓનું ભાવી : એની ખાસીઅતો : નેકી, નીતિ, ભોળપ, વગેરે કુલપરંપરા. એના ભાવીનો આંટી–ઉકેલ : એની અત્યારની ગુન્હાહિત દશા : એને માટે કોણ જવાબદાર: એના નાશ થકી સમાજને લાભ હાનિ : એનું અસ્તિત્વ ઈષ્ટ કે અનિષ્ટ :ઈષ્ટ હોય તો તે કેવે સ્વરૂપે ?

આવા આવા મુદ્દાઓની સમીક્ષા કરતો એ પ્રવેશક ભલે કદાચ સહુને સ્વીકાર્ય ન થાય, અને બધું