આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નેકી અને નેક ટેકનાં જૂનાં દૃષ્ટાંતોમાંથી પ્રેરણા મેળવીને નવાં સર્જનો વધુ સ્વાભાવિક તેમજ ઓછાં નાટકીય બને, એ ઉદ્દેશની સફલતા માટે પણ જૂનાં વૃત્તાંતો સંઘરવાનો ઉપયોગ છે.

આ સંગ્રહની અંદર સહાય આપવા માટે રા. રા. રાણાભાઈ આલા મલેકનો, બેટવાળા રા. રા. ૨તનશી લધુભાઈનો, ચીરોડાવાળા રા. રા. દેવીસીંગજીભાઈ સરવૈયાનો, રા. રા. ધીરસિંહજી વેરાભાઈનો તથા મિત્ર હાથીભાઈ વાંકનો આભાર માનું છું. “ઓખામંડળના શૂરવીર વાઘેરો” નામના પુસ્તકના સંપાદકોનો પણ ઋણી છું. આંસોદરના ગઢવી દાદાભાઈને પણ કેમ ભૂલાય ?

સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર
રાણપૂર : તા. ૪:૮:'૨૮
સંપાદક
}