આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
સોરઠી બહારવટીયા:૨
 


માછરડાને પાદર પાકી ચોકી વચ્ચે દેવાનું મડદું લટકે છે. દેવાએ ન કરવાનું પાતક કર્યું. મૂળુએ જાકારો દીધા પછી દેવો પોતાનાં વીસ માણસોની સાથે ગામડાં ભાંગતો ને કુફેલ આચરતો. એક દિવસ બહારવટીયા બુટાવદર નામના ગામ પર પડ્યા. ગામ ભાંગ્યું. ગામનો કોઠો કબ્જે લીધો. હીણી મતિના ભાઈબંધોનો ચડાવ્યો દેવો દારૂમાં ચકચાર બન્યો. અને એ એ અક્કલના ખોઈ બેઠેલાના કાનમાં ભેરૂએ ફુક્યું કે "દેવુભા! આયરના દીકરાની વહુ:તારે લાયક એનાં રૂપ ! તું આ ગામનો રાજા કહેવા. હુકમ દે, ઉઠાવી લાવીએ!"

"રે'વા દે! દેવુભા, અલ્લાના કસમ છે તને ! એ કામો રે'વા દે ! ખુદાનો ખોફ ઉતરશે, રે'વા દે !"

મકરાણી સાથી સક્કર જમાદાર, કે જે ખંભાળીએથી દેવાની સાથે ભળેલો, તેણે આ બુરાઇમાંથી દેવાને ઘણો વાર્યો. પણ દેવાનો દેવ રૂઠ્યો હતો.

વરવો ચંદ્રવાડીઓ નામે આહિર: એના દીકરા શવાની આણાત સ્ત્રીને અધરાતે ઉઠાવી જઇ લંપટોએ કોઠામાં પૂરી. આખી રાત એ કાળો કોઠો આહિર અબળાના વિલાપે કમ્પતો રહ્યો. સવારે એને પાછા ઉઠાવી ઘેરે નાખી ગયા.

બીજા દિવસની અધરાત પડી. કોઠામાંથી કુકર્મીઓ ફરીવાર વછૂટ્યા. આહિરને ઘેર આવ્યા. ઘરમાં આહિરાણી ન દેખી. વરવાને પૂછ્યું.