આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૨૨૩
 

વાસના-દેહ ટકશે ત્યાં સુધી હું એ ખટકા ખમ્યા જ કરીશ.”

એટલું બોલીને ઓહ ! ઓહ ! કરતો જુવાન ઓરડામાં ગયો. બારણાં બંધ થયાં. મુસાફરો સુતા. સવારે એની એ દશા દેખી.

વાડ્યના થડમાં ખોદાણ કામ કરીને ભૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં ઉઠાવ્યાં, બે ય બહારવટીયા દામે કુંડ ચાલ્યા ગયા. [ માંગડાવાળાની કથા માટે જુએા-રસધાર ભા. ૫ ]

ભાદરવા મહિનાની મેઘલી રાતે અમદાવાદના મહેલને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાં બેઠાં છે. નદીમાં પૂર ઘુઘવે છે, આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વિજળીએ એવી તો ધૂમાધૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. ધીરે રહીને હુરમ બોલી :

"ઓહોહોહો ! કેવી કાળી ઘોર રાત છે !”

પાદશાહે કહ્યું, “આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે ?”